" આ બ્લોગ પર તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી ક્વિઝો મૂકેલી છે. આ વિશે કોઇ સૂચન કે અભિપ્રાય હોય તો બ્લોગ પર આપેલા Contact ફોર્મમાં લખી મોકલવા વિનંતી.આપનો શુભેચ્છક - Hari Patel (Ex. Principal) "

Monday, May 25, 2015

Help New Quiz | Free Online Quiz | Free Online Test | Free Online Result | Free Quiz in Gujarati |

        આ બ્લોગ પર પાંચ પ્રકારની ક્વિઝો આપેલી છે. એમાંની પ્રથમ ત્રણ પ્રકારની ક્વિઝો એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે કે દરેક પ્રશ્નનો ઉત્તર આપી શકાય તેમજ મેળવેલ ગુણ અને સાચા-ખોટા જવાબો પણ જાણી શકાય. દરેક ક્વિઝમાં આપેલા બધા જ પ્રશ્નો ફરજીયાત છે.જે તે ક્વિઝની પરીક્ષા આપવા માટે જે તે ક્વિઝ પર જવાનું રહેશે. નામ, ગામ કે ઈમેલની કોઈ જરૂર નથી.
      (1) આ પ્રકારની ક્વિઝના પ્રશ્નનો જવાબ આપવા ચાર વિકલ્પોમાંથી કોઇપણ એક વિકલ્પના ખાના પર ક્લિક કરો.આગળના પ્રશ્ન પર જવા માટે NEXT બટન પર અને પાછળ જવા માટે BACK બટન પર ક્લિક કરો. છેલ્લે SUBMIT બટન પર ક્લિક કરો અને ત્યારબાદ તમારું પરિણામ જોવા View  Score પર ક્લિક કરો.પરિણામમાં સૌથી ઉપર જમણી બાજુએ કુલ ગુણમાંથી આપે મેળવેલ ગુણ દર્શાવાશે.ત્યારબાદ તમે આપેલા સાચા કે ખોટા જવાબો દર્શાવાશે.જો તમારો જવાબ ખોટો હશે તો નીચે Correct Answer (સાચો જવાબ) શું છે ? તે પણ દર્શાવેલ હશે.દા.ત.  1 નંબરની ક્વિઝ જુઓ.
     (2)  આમાં  બહુવિકલ્પ પ્રશ્નોત્તર ધરાવતી  (Multiple Choice) ક્વિઝો  આપેલી છે. દા.ત. 45 નંબરની ક્વિઝ જુઓ. એવી ક્વિઝોમાં બે પ્રશ્નો આપેલા છે. દરેક પ્રશ્નમાં ચાર કે પાંચ પેટાપ્રશ્નો છે. દરેક પ્રશ્નમાં આપેલી સૂચના મુજબ આપેલી વિગતોની સામેની આડી હરોળમાંના  વિકલ્પોમાંથી કોઇ એક પર ક્લિક કરી સાચા વિકલ્પને પસંદ કરવાનો છે. બાકીની પદ્ધતિ 1 નંબરની ક્વિઝ જેમ સમાન છે.
    (3)  આ Drop down  પ્રકારની ક્વિઝમાં કુલ 10 પ્રશ્નો છે. દરેક પ્રશ્નનો ઉત્તર આપવા માટેના વિકલ્પો જોવા માટે Drop down બટન પર ક્લિક કરશો એટલે ઉત્તરરૂપે ત્રણ વિકલ્પો દેખાશે. એ ત્રણ વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ સિલેક્ટ કરીને ઉત્તર પસંદ કર્યા બાદ Next બટન ક્લિક કરવાથી આગળના પ્રશ્ન પર જઇ શકાશે. દા.ત. ક્વિઝ નં. 48 જુઓ.બાકીની પદ્ધતિ 1 નંબરની ક્વિઝ જેમ સમાન છે.
    (4) આ સિવાય પાંચ-પાંચ પ્રશ્નોની ક્વિઝો પણ આપેલી છે. એ ક્વિઝો પર જે તે પ્રશ્ન પર ક્લિક કરવાથી પ્રશ્નની નીચે તેનો સાચો ઉત્તર જોવા મળશે.દા.ત. ક્વિઝ નં. 36 જુઓ.
    (5)  અહીં 500 વનલાઇન ક્વિઝો પણ આપેલી છે. એ માટે '500 GK Questions' બટન ક્લિક કરો.
     આપને આ ક્વિઝો ગમી હોય તો મને Contact ફોર્મ દ્વારા અભિપ્રાય જરૂર મોકલશો. આ સિવાય તમો પોસ્ટ નીચે સીધી કોમેન્ટ પણ કરી શકો છો..જેથી  આવી ઉપયોગી ક્વિઝો મૂકવાની મને પ્રેરણા મળતી રહે. 
            
.ધન્યવાદ ! આપનો શુભેચ્છક -હરિ પટેલ


2 comments:

  1. Sir ye quiz me quize khatam hone bad answer nahi batatya za raha hai

    ReplyDelete
  2. આ નવી ક્વિઝોમાં તમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું છે. નવી ક્વિઝોનો ઉપયોગ કરતાં પહેલાં 'હેલ્પ ન્યૂ ક્વિઝ' પોસ્ટ વાંચો...

    ReplyDelete